January 20, 2009

તમે

સ્વપ્ન સરોવરનુ બુદ છો તમે,
સુંદરતાનું સાક્ષાત રૂપ છો તમે.

પવનને રોકતુ પરિબળ છો તમે,
નદીના નીર બદલતુ વહેણ છો તમે.

યાદોમાં વસેલું સપનું છો તમે,
કારણ યૌવનના વજુદનું છો તમે.

કોઇના જીવનની જીજીવિષા છો તમે,
પ્રેમ સ્વરૂપ્નું સુંદર શિલ્પ છો તમે.

જીવનનું પ્રભાત અને સંધ્યા છો તમે,
મારા પ્રેમનો પ્રારંભ અને અનંત છો તમે.

મારા શ્વાસ અટકાવતું કારણ છો તમે,
મારા જીવનનું સાતત્ય છો તમે.

No comments:

Post a Comment