January 20, 2009

આકાશમાંથી અવતરેલ પ્સરા છો આપ,
કોઇના નયનના પ્રીત છો આપ,
શ્રુંગારને સાજે તેવા મીત છો આપ,
કેમ કરી કહુ આપને કે,
દિલના વાધ્યોને સાજે એવા ગીત છો આપ!

શ્રી ભાસ્કરના પ્રથમ કિરણને દિપાવો છો આપ,
સૃષ્ટિમાં નવચૈતન્ય પ્રગટાવો છો આપ,
પક્ષીઓના ટહુકામાં રણકો છો આપ,
કેમ કરી કહુ આપને કે,
પતંગિયા જેવુ મોહક વ્યક્તિત્વ ધરાવો છો આપ!

કુદરતને મન સુંદરતાની કલ્પના છો આપ,
પુષ્પોને અર્પો છો સોડમ આપ,
કેટલા સુંદર છો આપ,
કેમ કરી કહુ આપને કે,
રાજકન્યાઓ પણ શરમાય છે, જ્યારે દર્શન આપો છો આપ!

ઇશ્વરના ખોળે ખીલેલ જળકમળ છો આપ,
બાળક્ને બાળપણ બતાવતુ ચૈતન્ય છો આપ,
હાસ્યને પણ હસાવતુ પરિબળ છો આપ,
કેમ કરી કહુ આપને કે,
આપની આ મોહક અદાઓ પર દિલ લુટાવે સો-સો તાજ!

આછી પીળી, રાતી રૂપેરી સંધ્યાના રંગો છો આપ,
કસબીએ બનાવેલ દુનિયાની પ્રેરણા છો આપ,
ટગર-ટગર રાહ જોઉ છું આપની,
કેમ કરી કહુ આપને કે,
મારા પ્રેમને તો વ્યાખ્યાયિત કરો છો માત્રને માત્ર આપ!

ચંદ્રકળાઓની ઉપમાઓ છે આપને કાજ,
દરિયાકાંઠે વહેતા સૂર છો આપ,
નાવડી પર એ પ્રેમની અભિભૂતિ,
કેમ કરી કહુ આપને કે,
અધુરો છે મારો આ જન્મારો, જો સાથ ના હો' આપ!

સમજાવી ન શક્યો હું આપને,
આ નાનકડી વાત,
રસ્તા તો ઘણા ચાલ્યો પણ,
કેમ કરી કહુ આપને કે,
ના ચાલી શક્યો હું આ અઢી અક્ષરનો માર્ગ!

To,
The dearest one

No comments:

Post a Comment