મુજ હ્રદયપટ વાંચનની તારી અદૂભુત કળા છે,
કેમ કરી કહુ, તુ છે મારી મિત્ર કે પ્રેમિકા રે!
તારી આ અંતહીન ચુપકીદીની શુ વ્યાખ્યા છે,
મિત્રની મૈત્રી કે પ્રેમિકાનો પ્રેમ તેં આખ્યા છે?
લાગણી સહ હસ્તાક્ષરની આ તે શી ગુઢતા છે,
મિત્રની કાળજી કે પ્રેમિકાના દિલની વ્યથા છે?
વાટ નીરખતી તુ ,વાહ! શીદ તે તારી છટા છે,
એજ જન્માવે છે પ્રશ્ન, કે તુ છે મિત્ર કે પ્રેમિકા રે!
કોતર્યા જે શિલાલેખ શબ્દોના, તેં મારા દિલ પર,
તે હતો સખીનો નિખાલસ પ્રેમ, કે તુજ હક દાખવ્યા તેં?
ન બોલીને બોલતી અશ્રુઓની અજીબ ભાષા છે ખાસ,
મિત્રની મૈત્રી કે પ્રેમિકાની પ્રીત આલેખી તેં મારે કાજ!
હરહંમેશ પડખે ઉભા રહેવાની શી આ પ્રથા છે?
એટલે જ તો પૂછવું છે કે, તુ છુ મારી સખી કે પ્રેમિકા રે!
January 20, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment