આપની કલ્પના ઈશે ફુરસદે કરી હશે,
પછી જ તો સુંદરતા ધરતી પર અવતરી હશે,
આપની મોહકતાનુ જરૂર કોઇ રહસ્ય હશે,
ન જાણે આપ પર કોની મહેર થઈ હશે?
આભુષણોને સુંદરતાની તલપ થતી હશે,
એટલે પછી રચના આપની ઈશે કરી હશે.
વિશેષણોને પણ આપની જરૂર પડતી હશે,
પછી તો એમને અર્થની ગરિમા મળતી હશે.
આપના સૌંદર્યની આશિકો પર શીદ અસર હશે,
સાચે-સાચ અફીણી પ્રતિતી થતી હશે.
પામર માનવને પણ પ્રેમહુંફ મળતી હશે,
જ્યારે આપ દ્વારા અભિવ્યક્તિ થતી હશે!
January 20, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment