આપની આ વનસમી કેશ ઘટામાં હું, ખોવાવા માંગુ છુ,
એક્વાર ખોવાય બાદ, દુનિયાને ક્યાં મળવા માંગુ છુ!
ડંખ આપના અણીયારા નયનનો, હું ઝેલવા આતુર છુ,
અનેકવાર ઘવાઈને પણ, ફરી ઘવાવાની તમન્ના રાખુ છુ.
આપન આ સ્મિત પર, ફિદા થવા માંગુ છુ,
હોઠોના મોહક લાલિત્યને હુ, એક્વાર અનુભવવા માંગુ છુ.
આપની આ મધુર શબ્દજાળમાં, હુ ગુથાવા માંગુ છુ,
એક્વાર ગુથાયા પછી, હુ ક્યાં અલગ થવા માંગુ છુ.
માર દિલના પ્રેમપુષ્પને ખીલવવા હુ માંગુ છુ,
જો મરજી હોય આપની, તો પ્રેમસરોવરમાં ડુબવા માંગુ છુ.
આપના અંશ અસ્તિત્વનો, અહેસાસ કરવા માંગુ છુ,
આપનો આ સુંવાળો સંગાથ, હું પણ જીવવા માંગુ છુ.

No comments:
Post a Comment